આંતરરાષ્ટ્રીય

7.5ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ધ્રુજ્યું તાઇવાન, ઘણી ઇમારતો ધરાશાયી, જાપાને સુનામી એલર્ટ જાહેર કર્યું

તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે (3 એપ્રિલ) સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. તાઈવાન સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશને આ જાણકારી આપી છે. રોઈટર્સના અહેવાલ મુજબ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તાઈપેઈના ઘણા ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભૂકંપ બાદ તરત જ પાડોશી દેશ જાપાન એલર્ટ થઈ ગયું હતું અને સુનામીની ચેતવણી જાહેર કરી હતી. લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી દેવા પણ કહેવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x