પતિએ પોતાનાં ખર્ચે લીધેલાં ઘર પર પત્ની દાવો ન કરી શકે: બોમ્બે હાઈકોર્ટ
પતિએ પોતાના પૈસે ઘર ખરીદ્યું હોય તો તેના પર પત્ની દાવો કરી શકે નહીં, એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો બોમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. એક કેસમાં ઘર ખરીદી કરતી વખતે પત્નીએ પૈસા આપ્યા નહોતા. આ વ્યવહારમાં તેનો કોઈ ફાળો નહોતો. ખાસ કરીને છુટાછેડાની અરજીમાં શરૃઆતમાં ઘર પર દાવો કરાયો નહોતો પછી આ દાવો કરાયો હતો. જો ઘર ખરીદીમાં સહભાગ નહોય તો પત્નીનો દાવો માન્ય કરી શકાય નહીં, એવો ચુકાદો આપીને ન્યા. કોલાબાવાલા અને ન્યા. સાઠેની બેન્ચે અરજદાર પત્નીને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. કેસની વિગત અનુસાર ૨૭ ડિસેમ્બર ૧૯૭૭ના રોજ દંપતીના વિવાહ થયા હતા. દંપતી કફ પરેડમાં રહેતું હતું. ૧૯૮૫માં પતિએ જુહુમાં નવું ઘર લીધું હતું. ઘરની નોંધણીમાં સહમાલિક તરીકે પત્નીનું નામ પતિએ નાંખ્યું હતું. પતિએ લોન લઈને આ ઘર લીધું હતું. આગળ જતાં બંનેમાં મતભેદ થતાં છૂટાછેડાની અરજી કરી હતી.