ગુજરાત

સુરતમાંથી સમાજને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી, 4 ડોક્ટરો એકબીજાની ફિયાન્સી સાથે રાતો ગુજારતા

તમે સોશિયલ મીડિયાના જમાનામાં આ પ્રકારની વાતો સાંભળતા હશો અને જોતા પણ હસો પણ ગુજરાતના સુરતમાં ભણેલા ગણેલા યુવાનોએ લાજ મર્યાદા નેવે મૂકી છે. ખરેખર વાંચીને એમ થાય કે શું મા બાપ આ માટે ભણાવતા હતા. આ વ્યક્તિઓ સમાજમાં કયા સંસ્કારોનું સિંચન કરી રહ્યાં છે. આખા સમાજને શરમમાં મુકે તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા 4 મિત્રોની સગાઈ થઈ ગઈ હતી. હવે આ 4 મિત્રોને એકબીજાની ફિયાન્સીની સ્વાઈપ કરવાનો જબરો શોખ ચડ્યો… માલદાર પરિવારોમાં વાઈફ સ્વેપિંગના કિસ્સાઓ તો આપણે સાંભળ્યા છે પણ અહીં તો ફિયાન્સી સ્વાઈપ કરવાની આ લોકોએ શરૂઆત કરી હતી. સૌથી મોટી બાબત એ છે કે 3માંથી 4 મિત્રોની ફિયાન્સી તો આ માટે તૈયાર થઈ ગઈ પણ ડોક્ટર યુવતીએ ઈન્કાર કરતાં આખરે મામલો બહાર આવ્યો… હજુ તમારા લગ્ન પણ થયા નથી શું ભરોસો કે એ વ્યક્તિ તમારી સાથે લગ્ન કરશે. એ તમારી પર ભરોસો મૂકી શકશે કે તમે લગ્ન પહેલાં જ એના મિત્રના બિસ્તર ગરમ કરતા હતા. આજની યુવા પેઢીને આ નવો શોખ જાગ્યો છે. સુરતનો તો આ એકમાત્ર કેસ છે આ પ્રકારની ઘટના સમાજમાં બનતી હસે પણ બહાર આવતી નહીં હોય… અહીં ફિયાન્સને બીજા મિત્ર પાસે રાત ગુજારવા મોકલવાની વાત છે. લગ્ન એ પવિત્ર બંધન ગણાય છે. તમે સાત ફેરા લઈને સાત વચનો આપો છે. અહીં તો લગ્ન પહેલાં જ સંબંધોના ધજાગરા ઉડાડવાના શરૂ થયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x