ગુજરાતમાં 13થી 16 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસના હવામાન અંગે અપડેટ આપી છે. જેમાં સતત ચાર દિવસ એટલે કે 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ: રાજ્યમાં ભરઉનાળે ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં એક બાજુ ગરમી વધી રહી છે અને બપોરે આકરો તાપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.
જેમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસના હવામાન અંગે અપડેટ આપી છે. જેમાં સતત ચાર દિવસ એટલે કે 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.