ગુજરાત

ધોરણ 10 અને 12ની પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ, 20 દિવસમાં થશે જાહેર રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર થઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીના અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જલદી જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધો.10નું પરિણામ જાહેર થઇ શકે છે. લોકસભાની ચૂંટણીને લઇ એક મહિનો વહેલું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામના કાર્ય બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે.

ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર થઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંતમાં જાહેર થઈ શકે છે. જ્યારે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 12 સાયન્સનું પરિણામ પણ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. GSEB ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ Bseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x