રામનવમી પર શ્રી રામલલાનું સૂર્ય તિલક,ગર્ભગૃહ સુધી પહોંચશે સૂર્યના કિરણો
રામલલાનો જન્મોત્સવ રામનવમી 17 એપ્રિલે મનાવવામાં આવશે. અયોધ્યામાં આ વખતે રામનવમીની અલગ જ ધૂમ છે. અહીં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં રામલલાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભવ્ય રામમંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. હવે રામનવમીને વધુ ખાસ બનાવવા માટે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ માટે વૈજ્ઞાનિકોએ તૈયારી કરી લીધી છે. ગર્ભગૃહ સુધી સૂર્યના કિરણોને લાવવામાં આવશે, આવું દર વર્ષે રામનવમીના દિવસે કરવામાં આવશે. આ દરમિયાન લગભગ 4થી 6 મિનિટ સુધી રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક કરાશે. એટલે કે સૂર્યપ્રકાશ રામલલા પર એવી રીતે પડશે કે જાણે ભગવાન રામને સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હોય.
તેના સમયને લઈને જાણકારી સામે આવી છે.17 એપ્રિલે મનાવવામાં આવશે રામ નવમીદર વર્ષે થોડી મિનિટો માટે રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલક કરવાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે. રામ નવમી હિન્દુ કેલેન્ડરના પહેલા મહિનાના નવમા દિવસે મનાવવામાં આવે છે, સામાન્ય રીતે આ માર્ચ-એપ્રિલ મહિનામાં આવે થે, જે ભગવામ રામની જયંતીનું પ્રતીક છે.
આ વર્ષે રામ નવમી 17 એપ્રિલે મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન માટે તમામ દેવી-દેવતા ધરતી પર પધાર્યા હતા. આ વખતે રામનવમીને વધુ ખાસ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની ખાસ તૈયારી કરી છે.વૈજ્ઞાનિકોએ કરી લીધી તૈયારીએક ટોચની સરકારી સંસ્થાના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારના કાચ અને લેન્સ આધારિત ઉપકરણ ડિઝાઈન કર્યું છે. જેના દ્વારા સૂર્ય કિરણ સીધા રામલલાની મૂર્તિના કપાળ પર જ પડશે. તેને સત્તાવાર રીતે ‘સૂર્ય તિલક પ્રોજેક્ટ’ નામ આપવામાં આવ્યું છે.