કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે. અક્ષય તૃતીયા પણ આ જ દિવસે છે, જેના કારણે યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા પણ 10 મેના રોજ દર્શન માટે ખોલવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ અભિજીત મુહૂર્તમાં ખુલશે.ઉત્તરાખંડમાં 10 મેથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ( Registration ) ફરજિયાત રહેશે. નોંધણી વિના ચારધામ યાત્રાને મંજૂરી આપવામાં આવશે નહીં.
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે. ઉત્તરાખંડ ટુરીઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. ધામોના દરવાજા ખોલવાની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.