ગુજરાત માં ધોરણ 10-12માં છેલ્લા ચાર વર્ષમાં શિક્ષકો ને ભૂલો બદલ 2.30 કરોડનો દંડ ફટકારવા આવ્યો
બોર્ડના પેપર ચેક કરવા એ બહુ જવાબદારીનું કામ હોય છે, પરંતુ કેટલીક વખત શિક્ષકો ગુણોનો સરવાળો કરવામાં પણ ભૂલો કરે છે જેના કારણે સ્ટુડન્ટે સહન કરવાનું આવે છે. ટીચર જ્યારે પેપર ચેક કરવામા ભૂલ કરે ત્યારે બોર્ડ દ્વારા એક ભૂલ બદલ 100 રૂપિયા દંડ થાય છે.ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવામાં શિક્ષકોએ ભૂલ કરી હોય તેવી ઘટનાઓ વધતી જાય છે. આવી ભૂલ બદલ શિક્ષકોને દંડ કરવામાં આવતો હોય છે અને છેલ્લા 4 વર્ષમાં શિક્ષકોને લગભગ 2.30 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા કુલ 18,778 શિક્ષકો પાસેથી આ દંડની રકમ વસુલ કરવામાં આવી છે.