Uncategorizedગુજરાત

વિધાનસભાની 5,લોકસભાની 26 બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ, આજથી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનં કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. વિધાનસભાની પાંચ,લોકસભાની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશેરાજકોટ લોકસભા બેઠકના ઉમેદાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા વિવાદિત નિવેદનનો વિરોધ થંભાવનું નામ નથી લેતો. હજુ પણ આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ક્ષત્રિય મહિલાઓ ઠેર ઠેર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ક્ષત્રિયોના સમર્થનમાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. મોદી પરિવારના કાર્યક્રમમાં જ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રાજીનામું ધરી દીધું છે. વિજયભાઈ ખાચરે તાલુકા ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપીને ક્ષત્રિયનું સમર્થન જાહેર કર્યું છે. ચાલુ કાર્યક્રમમાં રાજીનામાના એલાથી સભામાં સૌકોઈ સ્તબ્ધ થઇ ગયા.બનાસકાંઠા લોકસભા બેઠક પર જબરદસ્ત ચૂંટણી જંગ જામ્યો છે.

ગેનીબેન ઠાકોરના ગઢમાં ડૉ.રેખાબેન ચૌધરી પણ પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. વાવ વિધાનસભામાં પ્રચાર દરમિયાન જોરદાર દ્રશ્યો સર્જાયા હતા.સ્થાનિક મહિલાઓએ ચોખા વેરી રેખાબેનને આવકાર્યા અને રેખાબેનના સ્વાગતમાં મહિલાઓએ લોકગીત પણગાયા હતા.ઢોલ-નગારા,કંકુ ચોખાથી રેખાબેનનું સ્વાગત કર્યું

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x