ગુજરાત

સ્કૂલ વર્ધીવાનમાં જોખમી મુસાફરી બનશે ભૂતકાળ : વડોદરા ખાતે સ્કૂલ વર્ધીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ કરાયું.

વડોદરા :

સ્કૂલ વર્ધીવાનમાં જોખમી મુસાફરી કરવાનું આગામી સમયમાં ભૂતકાળ બનશે. ગુજરાતમાં વડોદરા ખાતે સ્કૂલ વર્ધીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ થયું છે. પ્રાથમિક તબક્કે અકોટા અને તાંદલજા અને એકતાનગરથી ત્રણ સ્કૂલો માટે પ્રારંભ થયો છે. માત્ર રૂ. 135 ના માસિક પાસમાં બાળકો સ્કૂલે જઇ શકશે. વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલ બસ શરૂ કરાશે. શહેરમાં સ્કૂલ વર્ધીવાનમાં દ્વારા અંદાજે 1.5 લાખ બાળકો સ્કૂલે જાય છે. રીક્ષા અને વાન સહિત અંદાજે 10 હજાર વાહનો બાળકોને સ્કૂલેથી લેવા મૂકવાનું કામ કરે છે. જે એક બાળકના રૂ.400 થી રૂ.1200 વસૂલે છે. નિયમ કરતાં વધુ બાળકો બેસાડે છે તેમજ સુરક્ષા સાથે બાંધછોડ થાય છે. ત્યારે શહેરમા શરૂ થયેલા નવા કોન્સેપ્ટમાં વિનાયક લોડિસ્ટિકે અકોટા વિસ્તારનાં બાળકોને સલાટવાડામાં આવેલી મરાઠી સ્કૂલ માટે લાવવા-લઇ જવા સિટી બસ ફાળવી છે. આ બસ અકોટામાં નિયત ત્રણ સ્થળે ઉભી રહેશે. માસિક પાસ કઢાવેલા 32 વિદ્યાર્થીઓ આ બસમાં રોજ શાળાએ આવજા કરશે. આવી જ રીતે તાંદલજાના વિદ્યાર્થીઓ એમ. સી. હાઇસ્કૂલ અને આજવા રોડ એકતાનગરની માત્ર વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલની એક બસ શરૂ થશે. શહેરમાંથી કુલ 15 શાળા દ્વારા માગણી થઇ છે.

શું ફાયદો થશે ?

– માત્ર રૂ.135 નો પાસ

– મોટાં માટે રૂ.250 નો પાસ-વીમાનું સુરક્ષા કવચ

– દરેકને બેસવા સીટ મળશે

– કોઇ દિવસ બસ આવે નહીં તેવું ન બને

– માત્ર 10 વિદ્યાર્થીઓ માટે પણ શરૂ થશે.

– વેકેશનના પૈસા ચૂકવવા નહીં પડે.

– ધો.1 થી 10 નાં બાળકો સમાવાશે.

– બસમાં સેફ્ટી માટે કંડક્ટર હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x