ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજ્યસભાની ચૂંટણીને લઈને પરેશ ધાનાણીએ કર્યુ ટ્વિટ, હવે સુપ્રીમ કોર્ટ જ નિર્ણય લેશે કે લોકતંત્રમાં મતનું મુલ્ય રહેશે કે શૂન્ય થઇ જશે ?

ગાંધીનગર :

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાના સભ્યપદે રાજીનામુ આપ્યું હતું. જેને પગલે 15 જૂનના રોજ કેન્દ્રિય ચૂંટણીપંચે ગુજરાતમાંથી ખાલી પડેલી બંને રાજ્યસભા બેઠકોની 5 જુલાઈએ ચૂંટણી જાહેર કરી હતી.

“”‘संविधानिक फैसला””‘

“”वन नेशन, वन ईलेक्शन””
के ख्वाब बेचने वाले लोग.,

आज कल “‘राज्य सभा”‘ में
“”वन डे, टु ईलेक्शन”” क्यों
करवा रहे हैं..?

अब “”सुप्रीम कोर्ट”” ही तय करेगा
की “लोकतंत्र” में “मत” का “मूल्य”
रहेगाँ या फिर हो जाएगाँ “शून्य”.?#भारत_बचावो_अभियान.

—Paresh Dhanani (@paresh_dhanani) June 18, 2019
આ અંગે પરેશ ધાનાણીએ પણ ટ્વિટ કરીને ભાજપને આડે હાથ લીધા છે. તેમણે લખ્યું છે કે, એક નેશન એક ઈલેક્શનના સપના જોનારા આજે રાજ્યસભામાં એક દિવસ, બે ચૂંટણી કેમ કરાવી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટજ નિર્ણય લેશે કે લોકતંત્રમાં મતનું મુલ્ય રહેશે કે શૂન્ય થઇ જશે ?

તમને જણાવી દઈએ કે રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં EC ના નવા નોટિફિકેશન મુજબ જીત માટે 1 ઉમેદવારને 88 મત જોઈએ. ગુજરાતમાં હાલમાં 175 ધારાસભ્ય રાજ્યસભામા મતદારો છે. આથી બન્ને સીટની ચૂંટણી અલગ થાય તો 175 ધારાસભ્યો અલગ મત આપી શકે. જો કે 88 મતની સાપેક્ષે ભાજપ પાસે 100 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે કોંગ્રેસ પાસે 88 મતની સામે 71 ધારાસભ્યો છે.

ભાજપ આ બંને બેઠકો જીતવા માંગે છે તેથી ચૂંટણી પંચનો દુર ઉપયોગ કરીને અલગ અલગ મતદાનની વ્યવસ્થા કરવામાં આવીહોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x