ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદની માંગ પર અડગ, કહ્યું – “ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં આંદોલન છેડાશે”
રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે મેદાનમાં ગઈકાલે સાંજે 4.30થી 8.30 સુધી 4 કલાક ચાલેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં અભૂતપૂર્વ જનસૈલાબ વચ્ચે વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તારીખ 19 સુધીમાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપીને એવી ઘોષણા કરી હતી કે, જો તારીખ 19ના સાંજે ફોર્મ પાછુ ખેંચવાનો સમય પૂરો થયે રૂપાલા ચૂંટણી લડતા હશે. તો આ આંદોલન માત્ર તેમના એક વિરુદ્ધ નહીં પણ ભાજપ વિરુધ્ધનું થશે. આંદોલનની આ આગ વધુ ભભુકીને તેની જવાળાઓ ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા સમગ્ર દેશમાં ફેલાશે તેવી ચેતવણી આપી હતી. આગામી 19 તારીખથી આંદોલન ભાગ-2 શરુ કરાશે.