અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે: 18એ મેગા પ્રચાર, 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના -ગુજરાત પ્રવાસે આવવાના છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. અને સાત તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોધાવી છે. ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર કરી રહ્યા છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.
18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.ગુજરાતમાં આ વખતે ભાજપ 26 બેઠક જીતીને દેશમાં 400થી વધુ બેઠકો પર જીતવાનું લક્ષ લઇને ચાલે છે પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત બીજેપીને પડકારો આવી રહ્યા છે. આંતરિક જુથવાદને કારણે અનેક બેઠકો પર ઉમેદવારો બદલવા પડ્યા અને વિરોધ થઇ રહ્યો છે. બીજી તરફ ક્ષત્રિયો આંદોલન રૂપાલાને લઇ આક્રમક બન્યો છે. ત્યારે આ વખતે ગુજરાતની ચુંટણી રસપ્રદ બની રહેશે.