ભારત આવતા પહેલા ઈલોન મસ્કે કરી મોટી ડીલ, ટેસ્લા કારમાં લાગશે ટાટાની ચિપ્સ
એલન મસ્ક આગામી સપ્તાહે ભારતમાં આવે તે પહેલાં જ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન તાતા સાથે મોટી ડીલ કરી છે. એલન મસ્ક ભારતમાં ઈવી માટે મોટુ રોકાણ કરવા માગે છે. તેમજ પ્લાન્ટ પણ સ્થાપિત કરવાના હેતુ સાથે ભારતની મુલાકાતે આવી રહ્યા છે.એલન મસ્કે ભારતમાં ટેસ્લાના પ્રવેશ માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકંડક્ટર ચીપ ખરીદવાની મોટી ડીલ કરી છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ એલન મસ્ક ઈવી માટે મોટુ રોકાણ કરવાના છે. ભારતમાં ફેક્ટરી સ્થાપિત કરી મોટી રોજગારી આપશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એલન મસ્કે માહિતી આપી હતી કે, તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી શકે છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એલન મસ્ક ટેસ્લા માટે ભારતમાં વિશાળ તકો જોઈ રહ્યા છે. તાતા ઈલેક્ટ્રોનિક્સે ટોપ ગ્લોબલ ક્લાયન્ટ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરશે. આ ડીલની પ્રક્રિયા થોડા મહિનામાં જ પૂર્ણ થશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને ટેસ્લા વચ્ચેની આ ડીલની રકમ અંગે કોઈ ખુલાસો થયો નથી.