Uncategorizedરાષ્ટ્રીય

એક વર્ષમાં વંદે ભારત ટ્રેનની 2 કરોડ લોકોએ કરી યાત્રા

વંદે ભારતની સિદ્ધિઓ વિશે વાત કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ રેલ સેવા, આ વર્ષે 31 માર્ચ સુધી વંદે ભારત ટ્રેનોમાં બે કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં વંદે ભારત ટ્રેનો દ્વારા આવરી લેવામાં આવેલું અંતર આપણા ગ્રહને 310 વખત પરિક્રમા કરવા બરાબર છે

ભારતીય રેલ્વેએ 171 વર્ષ પૂર્ણ કર્યા છે. પહેલી ટ્રેન મુંબઈ અને થાણે વચ્ચે 16 એપ્રિલ 1853ના રોજ દોડી હતી. સોમવારે, 15 એપ્રિલના રોજ રેલવેએ સ્થાપનાના 171 વર્ષની ઉજવણી કરી. આ પ્રસંગે રેલવે અધિકારીઓએ રેલવેની સિદ્ધિઓ જણાવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલ્વેની સફર અદભૂત રહી છે કારણ કે તેણે દેશના લગભગ દરેક ખૂણાને આવરી લેવા માટે તેનું નેટવર્ક સફળતાપૂર્વક વિસ્તાર્યું છે અને આજે વંદે ભારત આધુનિકીકરણ નેટવર્કની નવી ઓળખ બની ગયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x