મગફળીના મસમોટું કૌભાંડના મુદ્દે પરેશ ધાનાણીએ કહ્યું કે, ચોકીદાર ખુદ ચોર છે એટલે જ સરકાર તપાસ કરતી નથી.
ગાંધીનગર:
રાજ્યમાં વધુ એક મગફળીના વેચાણમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદેલા મંગફળીના જથ્થામાં મહામિલાવટ થતી હોવાની જાણકારી મળી હતી. જેને લઇ ખેડૂતો અને કિસાન સેલ દ્વારા જિલ્લાના આગેવાનો સાથે અચનાક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટા ભાગના જથ્થામાં માટીના ઢેફા જોવા મળ્યા હતા. ત્યારે આ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના મળતિયાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. આ મગફળી કાંડના તાર ક્યાંક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા છે. મગફળી કાંડ મુદ્દે પરેશ ધાનાણી વધુમાં કહ્યું કે, ચોકીદાર ખુદ ચોર છે એટલે જ સરકાર તપાસ કરતી નથી.
ગાંધીધામ મગફળી કૌભાંડ મુદ્દે પેરશ ધાણીએ જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણી પહેલાં રાજકીય રોટલા શેકવા માટે જગતના તાતને લાઇનમાં ઊભા રાખી ટેકાના ભાવે મગફળી ખરીદવાના ષડયંત્રમાં સમગ્ર ગુજરાતના લાખો ખેડૂતો ભોગ બન્યા છે. 900 રૂપિયે મણ મગફળી ખરીદવા માટે ખેડૂતોને લાઇનમાં ઉભા રાખ્યા. વાલા-દવલાની નિતિ કરી અને નબળી ગુણવતાની મગફળી ગોડાઉન સુધી પહોંચડવામાં ક્યાંયને ક્યાં ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ જોડાયેલા છે. અમે વારંવાર રાજ્ય સરકારને રજૂઆત કરી.
ફેબ્રુઆરી 2018થી સતત વિધાનસભાની અંદર વિધાનસભાની બહાર ગામની ગલીઓમાં જ્યાં મગફળીનો સ્ટોક કર્યો હતો એવા ગોડાઉનના દરવાજે જઇ આંદોલનો કરવા છતાં આંધળી, બહેરી અને મુંગી સરકારે મગફળી કાંડ કરનાર લોકોને છાવરી રહી છે. ક્યાંકને ક્યાં સરકારમાં બેઠેલા લોકો સીધી રીતે આમા જોડાયેલા છે અને આ મગફળી કાંડના તાર ક્યાંક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા હોય માટે વારંવાર મગફળી કાંડને દબાવવાનો સરકારે સતત પ્રયાસ કર્યો.
વધુમાં પરેશ ધાનાણીએ જમાવ્યું કે, આ અગાઉ અમે ઉચ્ચ ન્યાય પાલિકાના સિટિંગ જજના નેતૃત્વ હેઠળ તેની તપાસ કરાવવા માગ કરી હતી. છતાં સરકાર આ માગણી સ્વિકારતી નથી. ચૌકીદાર ચોર છે અને ચૌકીદારના ચમચાઓનું ખુલ્લેઆમ લૂંટ ચલાવવાનું ષડયંત્ર હવે ખુલ્લુ પડી રહ્યું છે. ગાંધીધામના ગોડાઉને ભૂતકાળમાં મે ઉપવાસ કર્યા હતા. ત્યારે વિરોધ પક્ષના નેતાને આ ગોડાઉનમાં પ્રવેશવાની સરકારે પ્રવેશબંધી કરી હતી.
આજે એ જ ગાંધીધામના ગોડાઉનમાં મગફળી કાંડના પૂરાવાઓ મડદા સ્વરૂપે ઉભા થઇ રહ્યાં છે. અને ગઇ કાલે ગાંધીધામની અંદર મગફળીના ગોડાઉનમાંથી ફરી પાછી મગફળી વેચવા કાઢતા એ ષડયંત્ર ખુલ્લુ પડ્યું છે. ચોરી પકડાઇ છે. અને સરકારના મળતીયાઓ દ્વારા 4 હજાર કરોડની લૂંટ સરકારી તીજોરીમાંથી ચલાવવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ મગફલી કાંડને લઇ વધુ આક્રમક થઇ ચોરેને પકડાવવા આગળ વધશે.