હવામાન વિભાગની આગાહી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે
દિલ્હી સતત વધી રહેલા તાપમાનના કારણે લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ ઝડપી પવન ફૂંકાઈ શકે છે. અહીં 22 એપ્રિલના રોજ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 20-23 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશના મધ્ય પર્વતીય વિસ્તારોમાં અલગ-અલગ સ્થળે વરસાદની સંભાવના છે. 22-23 એપ્રિલના વીજળી પડવાની સાથે કરાવૃષ્ટિ અને ભારે પવન સાથે તોફાન યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ, 20-21 એપ્રિલે જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આજે ઉત્તરાખંડમાં તોફાન અને વીજળી સાથે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.બિહારમાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23 એપ્રિલ સુધી લોકોને ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી.ઝારખંડમાં 22-23 એપ્રિલના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેનાથી લોકોને ભારે ગરમીથી રાહત મળી શકે છે.