Uncategorizedગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છનું ચૂંટણી ચિત્ર થયું સ્પષ્ટ ,8 બેઠકો માટે 6 મહિલા સહિત 92 ઉમેદવારો મેદાનમાં

સોમવારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો માટે હવે 92 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં માત્ર ભાવનગર બેઠક પર ભાજપ વિરૂધ્ધ આમ આદમી પાર્ટીનો જંગ થશે જ્યારે બાકીની તમામ 7 બેઠકો ઉપર  ભાજપ-કોગ્રેસ વચ્ચે સીધો જંગ થશે. આમ, પ્રથમવાર ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી લડી રહી છે અને વર્ષો બાદ ફરી સૌરાષ્ટ્રાં દ્વિપાંખિયો ચૂંટણી જંગ નિશ્ચિત બન્યો છે. ગત ચૂંટણીમાં 130 સામે આ વર્ષે 38 ઓછા એટલેકે 92 ઉમેદવારો ચૂંટણી લડશે.

છેલ્લી સ્થિતિ મૂજબ કોંગ્રેસના 7, ભાજપના 8, આમ આદમી પાર્ટીના 1, બસપાના 8 સહિત કૂલ 46 ઉમેદવારો રાજકીય પક્ષના તથા 46 અપક્ષ ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. કૂલ 92 ઉમેદવારોમાં માત્ર 6 મહિલા ઉમેદવારો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x