Uncategorizedગુજરાત

ઉના દેલવાડા રોડ પર સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. ઉના દેલવાડા રોડ પર સ્કૂલ બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર મહીલા સહીત ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી.તમામ ઇજાગ્રસ્તોને ઈમરજન્સી 108 માં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે મોકલ્યા હતા.અકસ્માત સર્જાતા રસ્તા પર વાહનોનો ચક્કાજામ થયો હતો. કારનો આગળનો મોરો ભૂકડો બોલી ગયો હતો.બસનું આગલું ટાયર નીકળું ગયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x