Uncategorizedગુજરાત

SC/ST અને OBC માટે અનામત ખતમ કરવાનો દાવો કરતો અમિત શાહનો વિડિયો વાયરલ થતા ફરિયાદ નોંધાઈ

ભાજપની સરકાર સત્તા પર આવશે તો SC/ST અને OBC માટે અનામત ખતમ કરશે તેવો ભ્રામક દાવો કરતો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસે વીડિયો શેર કરનારાઓ સામે FIR દાખલ કરી છે. અમિત શાહના એક ભાષણને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.સોશિયલ મીડિયા પર અમિત શાહનો એક વિવાદાસ્પદ વીડિયો શેર થયો છે

તેમાં તેઓ SC/ST અને OBC માટે અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે.

આ ખોટી માહિતી ફેલાવતો વીડિયો હોવાની ફરિયાદ થઈ છે. પોલીસે કેસ ફાઈલ કર્યો છે.

લોકસભાની ચૂંટણીના માહોલમાં સોશિયલ મીડિયા પર બેફામ બનાવટી વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે અને લોકો જાતજાતના ભ્રામક માહિતી મેળવી રહ્યા છે. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો વાઈરલ થયો જેમાં તેઓ અનામત ખતમ કરવાની વાત કરે છે. આ વીડિયોમાં ચેડા થયેલા છે અને તેના કારણે પોલીસે કેસ ફાઈલ કર્યો છે. આ વીડિયો ફેલાવવા માટે જવાબદાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.આ વીડિયોમાં અમિત શાહને એવું કહેતા દેખાડવામાં આવ્યા છે કે તેમની સરકાર બનતાની સાથે જ એસસી, એસટી અને ઓબીસીની અનામત દૂર કરવામાં આવશે. વાસ્તવમાં ગૃહમંત્રીએ સરકાર બનતા જ મુસ્લિમોને ધર્મના આધારે અપાયેલી અનામત દૂર કરવાની વાત કરી હતી. તાજેતરમાં કર્ણાટક સરકારે મુસ્લિમોને ઓબીસીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો તેના અનુસંધાને આ ટિપ્પણી કરવામાં આવી હતી.આ કેસની એફઆઈઆર પ્રમાણે અમિત શાહનો આ ફેક વીડિયો શેર કરનારા તમામ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાયબર વિંગે IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ FIR નોંધી છે.

ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા આ ખોટો વીડિયો સ્પ્રેડ કરવામાં આવ્યો છે જેના કારણે મોટા પાયે હિંસા થવાની શક્યતા રહેલી છે. ગૃહમંત્રી અમિત શાહે એસસી, એસટી અને ઓબીસીનો હિસ્સો ઘટાડીને મુસ્લિમોને ધર્મના આધારે અપાયેલા ગેરબંધારણીય અનામતને દૂર કરવાની વાત કરી છે. કોંગ્રેસના કેટલાક પ્રવક્તાઓએ આ ફેક વીડિયો વાઈરલ કર્યો છે. તેમણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

કોંગ્રેસના કેટલાક નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વિવાદાસ્પદ વીડિયો શેર કરવામાં આવતા વિવાદ ચગ્યો હતો. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભાજપ એસસી/એસટી અને ઓબીસી અનામત દૂર કરવાનો એજન્ડા ધરાવે છે. ભાજપના નેતાઓએ આ દાવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.હવે આ વિશે એફઆઈઆર દાખલ થઈ હોવાના કારણે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે આ બનાવટી વીડિયો ઓરિજનલ ક્યાંથી આવ્યો તેની તપાસ આદરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x