જનસભાઓ સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદીએ અગ્રણીઓ સાથે કરી બેઠક
રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બનાસકાંઠા અને સાબરકાંઠામાં જંગી રેલીઓ યોજીને પ્રચંડ પ્રચાર કર્યો હતો. આજે પણ પીએમ મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. જો કે, આ પહેલા ગઈકાલે રાતે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ (Kamalam) ખાતે પીએમ મોદીએ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) પણ ઉપસ્થિત રહ્યા હતા.ગઈકાલે બનાસકાંઠા (Banaskantha) અને સાબરકાંઠામાં જંગી રેલીઓ બાદ પીએમ મોદીએ ગાંધીનગર કમલમ ખાતે પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મહત્ત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi,) અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. PM મોદીએ આ બેઠકમાં મહત્ત્વની ચર્ચાઓ કરી હોવાની માહિતી છે. આ બેઠકમાં ચૂંટણી પ્રચાર સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પીએમ મોદીએ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આ બેઠકની કેટલીક તસ્વીરો તેમના ટ્વીટર એકાઉન્ટ પર પણ શેર કરી હતી.