Uncategorizedગુજરાત

PM મોદીનો ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર, આજે ગજવશે 4 સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બે દિવસ માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં છે. આજે 4 જનસભાને સંબોધશેબુધવાર 1 મેથી ગુજરાતની લોકસભાની સીટોને જીતવા માટે પીએમ મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. આજે પીએમ મોદી મધ્ય ગુજરાતના આણંદ, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બે દિવસ માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં છે. . તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યભરના 11 લોકસભા મતવિસ્તારોને આવરી લેતા છ જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો આજે ચાર સભાને સંબોધશે.1 મેના રોજ, જે ગુજરાતના સ્થાપના દિવસ હતો આ દિવસે પીએમ મોદીએ બે જાહેર સભાઓને સંબોધિત કરી હી. એક એક ડીસા, હિંમતનગર, સાબરકાંઠામાં. સભા યોજી હતી. આજે મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કરશે.આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને સંબોધશે. વિજય વિશ્વાસ સભા.. આણંદના મિતેષ પટેલ, ખેડાના દેવુસિંહ ચૌહાણ, તો ખંભાત વિધાનસભાના ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલ માટે તેઓ ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે.                                                          બપોરે 12 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ લોકસભાને આવરીલઈને જન સભાને સંબોધશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો માટે સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનની સામે વિજય વિશ્વાસ સભાનું આયોજન છે.વિજય વિશ્વાસ સભા અંતર્ગત જૂનાગઢ અને જામનગરમાં પણ PM મોદી સભા ગજવશે, બપોરે સવા બે વાગ્યે જુનાગઢમાં, તો સાંજે સવા ચાર વાગ્યે જામનગરમાં પ્રધાનમંત્રી મોટી જનમેદનીને સંબોધિત કરતા ચૂંટણી પ્રચાર કરશે.બુધવારે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા . બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું. તેમણે ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ કે આજનો દિવસ નવા સંકલ્પ સાથેનો દિવસ છે. 2014માં દિલ્હીમાં મોકલીને દેશની સેવા કરવાનો અવસર આપ્યો હતો. 2014 પહેલા દેશમાં આતંકવાદના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશમાં ભ્રષ્ટાચારના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશ નિરાશામાં ડૂબેલો હતો. 2014 પહેલા દેશના યુવાનને ભવિષ્યની ચિંતા હતી. વડાપ્રધાને ફેક વીડિયોને લઇને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે હિંમત હોય તો સામેથી વાર કરો.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x