ગાંધીનગરગુજરાત

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં દિવ્યાંગો,૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને વાહનની સુવિધા મળશે

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૦૭,મેના રોજ મતદાન થશે. આ અવસરે ગાંધીનગર ઉત્તર મત વિસ્તારમાં ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયના અશક્ત ઉમેદવારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સાર્વજનિક વાહન વ્યવસ્થા કરવામાં આવી છે.

    ગાંધીનગર ઉત્તરના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી બ્રિજેશ મોડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણીના આ મહામુલા અવસરે મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગો તથા ૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલો માટે ખાસ વાહનની સુવિધા ઉભી કરાઈ છે.જે અંતર્ગત ગાંધીનગર ઉત્તર બેઠકના મતદારોને આ સુવિધા મળશે. સુવિધા નો લાભ લેવા ઇચ્છતા દિવ્યાંગ કે વડીલ મતદારોએ તા. ૬,મે૨૦૨૪ સુધીમાં સવારે ૧૧:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક દરમિયાન ટેલીફોન નંબર – ૦૭૯૨૯૦૯૩૩૭૪ પર જાણ કરવાની રહેશે. તેમ જ તા.૦૭,મે ના રોજ મતદાનના દિવસે ટેલીફોન નંબર -૦૭૯૨૩૨૫૯૦૭૪ પર સંપર્ક કરીને પોતાનું નામ, મોબાઈલ નંબર, મતદાનનું સ્થળ, ભાગ નંબર, એપીક નંબર સહિતની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત સક્ષમ એપ દિવ્યાંગ લોકોને (પી ડબ્લ્યુ ડી એસ) મતદાન કરવા તેમજ તેમનું મતદાન મથક શોધવા અને તેમનો મત આપવા માટે નોંધણી કરવામાં મદદ કરવા માટે સંખ્યાબંધ સુવિધાઓ પ્રદાન કરે છે. જેને તેઓ એન્ડ્રોઇડ અને આઈઓએસ ફોન પર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મતદાન માટે લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકોને સુવિધા મળી રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત કામગીરી કરી મતદારોને જાગૃત કરવા સાથે તેમની સુવિધા માટે પણ તકેદારીના ખાશ પગલા લેવાઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x