મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે. તેમના નોમિનેશનમાં 12 રાજ્યોના સીએમ સામેલ થશે. નોમિનેશન પહેલા પીએમ અસ્સી ઘાટ પર પૂજા કરવા જશે.પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી. પીએમ મોદી 2014થી સતત ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદીના નોમિનેશન દરમિયાન સીએમ યોગી તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીના નોમિનેશનમાં એનડીએના 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.PM મોદી નોમિનેશન પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ ગંગાની પૂજા કરી હતી. આ પછી પીએમ મોદી કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરવા પણ જશે. ત્યાંથી તેઓ નામ નોંધાવવા જશે.