Uncategorized

મારૂતિ સુઝુકી દ્વારા તેની Alto થી લઈને Dzire કાર પર રૂ.43 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ.

ગાંધીનગર :

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ તેના પેસેન્જર વાહનોનું વેચાણ વધારવા માટે વધુ એક વખત ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. નવી ઓફર્સમાં કંપની પસંદગીનાં મોડેલ પર ડિસ્કાઉન્ટ, ફ્રી ગોલ્ડ, 100 ટકા સુધીનું કેશબેક પણ ઓફર કરી રહી છે. એવી જ કેટલીક ઓફર્સ વિશે અહીં માહિતી પ્રસ્તુત છે.

મારુતિ સુઝુકીની અલ્ટોથી લઈને ડિઝાયર સુધીની કારના મોડેલ્સ પર કંપની દ્વારા રૂપિયા 43000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કંપનીએ સ્ક્રેચ એન્ડ વિન ઓફર પણ લાગુ કરી છે. જેનાથી અનેક ઈનામો જીતવાની તક પણ આપી રહી છે.

મારૂતિ સુઝુકી Alto: રૂ.38,000

મારૂતિ સુઝુકી Alto K10: રૂ.43000

મારૂતિ સુઝુકી Celerio: રૂ.43,000

મારૂતિ સુઝુકી Eeco: રૂ.18,000

મારૂતિ સુઝુકી Dzire સ્પેશિયલ એડિશન: રૂ.20,000

મારૂતિ સુઝુકી Swift સ્પેશિયલ એડિશન: રૂ.20,000

મારૂતિએ સ્ક્રેચ એન્ડ વિન ઓફર પણ પ્રસ્તુત કરી છે, જેમાં કસ્ટમર્સ રૂ.3000 ની કિંમત વાળી મારૂતિ સુઝુકી જેન્યુઅન એક્સેસરીઝ અને 9150 રૂપિયની કિંમતનું સોનું જીતી શકે છે. તો બુકિંગ રકમ પર 100 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ તમામ ઓફર્સ સિમિત સમય માટે જ ઉપલબ્ધ છે. ઓફર્સ અને ડિસ્કાઉન્ટની વધુ જાણકારી મેળવવા માટે કંપનીના ઓથોરાઈઝડ ડિલરશીપનો સંપર્ક કરવાનો રહેશે.

*નોંધઃ મારૂતિ સુઝુકી દ્વારા આપવામાં આવેલ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સાથે મંઝિલ ન્યૂઝને કોઈ નિસ્બદ નથી. ગ્રાહકોએ પોતાની રીતે યોગ્ય નિર્ણય લેવો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x