ગુજરાત

ગુજરાત 46 ડિગ્રીએ શેકાયું, 6 શહેરોમાં પારો 45ને પાર

અમદાવાદ સહિત ગુજરાત માટે આ ઉનાળો ખરેખર આકરો અને ભયાવહ સાબીત થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે તો અતિ અતિશય ગરમી કહી શકાય તેટલી સીઝનની રેકોર્ડબ્રેક ૪૫.૯ ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ગુજરાતમાં આજે હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ ૪૬.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે અને ગુજરાતના ૧૨થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે. અમદાવાદમાં તો રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરમ પવનને લીધે લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે.

અમદાવાદમાં આજે સીઝનની હાઈએસ્ટ ૪૫.૯ ડિગ્રી ગરમી નોંધાઈ છે અને અમદાવાદ હિટવેવનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.અમદાવાદમાં ૪૬ ડિગ્રી કહી શકાય તેટલી અતિ અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી હવે ખૂબ જ મુશ્કેલી બની રહી છે. બપોરના સમયે લોકો હવે કામ સીવાય ઘરની બહાર નીકળતા જ નથી અને માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા દસ વર્ષની ગરમીની વાત કરીએ તો છેલ્લે ૨૦૧૬માં ૨૦મીમેએ હાઈએસ્ટ ૪૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી તેમજ ૨૦૨૨માં ૧૧મીએ ૪૫.૯૮ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને જે પછી આજનું સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૫.૯ નોંધાયુ છે. હાલ એવી સ્થિતિ છે કે રાત્રે પણ અસહ્ય ગરમી અને ગરમ પવનનો અહેસાસ થઈ રહ્યો છે.રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરમ પવન લાગતા લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે તેમજ સામાન્ય જનજીવનને અસર થઈ રહી છે તથા ખાસ કરીને પશુ-પક્ષીઓ માટે પણ આ અસહ્ય તાપ અને અગનગોળા વરસાવતી ગરમી મૃત્યુ સમાન છે.

અમદાવાદની આ સીઝનની રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અન્ય શહેરોમાં હિંમતનગરમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો હોઈ આજે ૪૬.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કંડલામાં પણ ૪૬.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ગુજરાતના ૬ શહેરોમાં ૪૫થી વધુ તાપમાન નોંધાયુ છે અને ગુજરાતના ૧૮ શહેરોમાં ૪૦થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે.આ ઉપરાંત ૧૩ શહેરોમાં ૪૩થી વધુ મહત્તમ તાપમાન નોંધાયુ છે. ગુજરાતના ૧૨થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે.મોટા ભાગના શહેરોમાં તાપમાન વધ્યુ છે.હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ માટે હિટવેવની આગાહી આપવામા આવી છે.જેમાં રાજ્યના અમદાવાદના, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,સુરત તેમજ વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં તાપમાન વધુ રહેશે.
આ ઉનાળામાં તો દિવસે તો ઠીક પરંતુ રાત્રે પણ હિટવેવ-ગરમ પવનો સાથે ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે સામાન્ય કરતા એસીનો વપરાશ ખૂબ જ વધ્યો છે. સામાન્યપણે જે લોકોના ઘરમી એસી કે કુલર નથી હોતા તેઓ મોટા ભાગે રાત્રે પોતાની અગાસી કે છત અથવા તો ફ્લેટના ધાબા પર સુતા હોય છે પરંતુ હાલ રાત્રે પણ ગરમ પવનોને લીધે લોકો છત કે અગાસી પર સુવાની ટાળી રહ્યા છે અને સવારના ૯ વાગ્યાથી અસહ્ય ગરમી શરૂ થઈ જતા લોકોએ ઘરમી રહેવા માટે આખો દિવસ એસી-પંખા-કુલર ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x