ગાંધીનગર

ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટરની દાન આપવા માટે આપણું ફાઉન્ડેશન દ્વારા આહ્વાન.

ગાંધીનગર :
ભારતના વડાપ્રધાનને દેશને ડીજીટલ ઇન્ડિયા બનાવાનું સપનું સેવ્યું છે ત્યારે ગાંધીનગરની સરકારી શાળાના બાળકો આ ડીજીટલ યુગમાં પાછળ ના રહી જાય તેને ધ્યાને રાખીને આપણું ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેરની સરકારી પ્રાથમિક શાળામાં બેઝીક કોમ્પ્યુટર શીખવવા માટે “કોમ્પ્યુટર લર્નિંગ ફેસ્ટીવલ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરની ૧૫થી વધારે શાળામાં ગાંધીનગર તથા અમદાવાદની આઇ.ટી. કંપનીના તથા કોમ્પ્યુટરના તજજ્ઞો દ્વારા ધોરણ ૬, ૭ અને ૮ના અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર પ્રકરણ શીખવવામાં આવે છે.

ઉપરોક્ત કાર્ય કરતા માહિતી પ્રાપ્ત થઇ કે શાળાના બાળકો ખુબ જ ઉત્સાહી તો છે કોમ્પ્યુટર શીખવા માટે પણ ત્યાં એક પણ અમુક શાળાઓમાં તો કોમ્પ્યુટર જ નથી. ઉપરાંત અમુક શાળામાં કોમ્પ્યુટર બંધ હાલતમાં જોવા મળેલ છે જો આ સ્થિતિ રહેશે તો મા.વડાપ્રધાનશ્રીનું ડીજીટલ ઇન્ડિયા બનવાનું સપનું રોળાઈ જવાની પૂરી દહેશત રહેલી છે.

આપણું ફાઉન્ડેશન દ્વારા દાતાઓને વિનંતી કરવામાં આવી છે કે “આપણી આ સરકારી શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે સહભાગી બની અને કોમ્પ્યુટરનું દાન (જુના ચાલુ હાલતમાં હોય તેવા કોમ્પ્યૂટર અથવા તો નવા કોમ્પ્યુટર) આપી સેવાના કાર્યમા સહભાગી થવા ઇચ્છતા હોય તે આપણું ફાઉન્ડેશનના મો .૯ ૧૫૭ ૧૫૮ ૧૫૮ નંબર પર સંપર્ક કરવો.

આપણું ફાઉન્ડેશને જી.ઈ. બી.શાળા દ્વારા જણાવવામાં આવ્યું કે તમારા ફાઉન્ડેશન દ્વારા દરેક શાળામાં કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે પણ અમારી શાળામાં કોમ્પ્યુટર ના હોવાના કારણે તે શીખવાથી વંચિત રહી જાય છે. અને બાળકો કોમ્પ્યુટર શીખવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તો તમે ક્યાંકથી કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવી આપો તો અમારા બાળકો પણ કોમ્પ્યુટર શીખી શકે.

આપણા ગાંધીનગરના સેવાભાવી વ્યક્તિ એવા જીજ્ઞેશભાઈ પટેલે તરત જ કહ્યું કે મારા ઘરે આવો અને મારું કોમ્પ્યુટર લઈ જાઓ અને શાળામાં આપો. 1 જ કલાકમાં શાળામાં કોમ્પ્યુટરની વ્યવસ્થા થઈ ગયી. શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ખૂબજ ખુશ થઈ ગયા. આ સંસ્થા અને જી.ઈ. બી.શાળા જીજ્ઞેશભાઈનો ખુબ ખુબ આભાર માનીએ છીએં.

અંતે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે દરેક સરકારી પ્રાથમિક શાળામાં અધ્યતન ટેકનોલોજી વાળા કોમ્પ્યુટરની ફાળવણી કરીને પ્રાથમિક શાળાના બાળકોને કોમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન મળે તે માટે જરુરી સુવિધા ઉપલબ્ધ કરે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x