ગાંધીનગર

SSV CAMPUS માં વૃક્ષારોપણની ઉજવણી કરી ભવ્ય રેલીનું આયોજન કર્યુ.

ગાંધીનગર :

ગાંધીનગરના સેકટર 3 ખાતે આવેલ SSV CAMPUS માં આજે વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં નર્સરી થી ધોરણ – ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર જીલ્લા મેયરશ્રી રીટાબેન પટેલ શ્રી, ડેપ્યુટી ડાયરેક્ટર માધ્યમિક શિક્ષણ વિભાગ બી. એન રાજગોર સાહેબ, પવન ચૌધરી સર તેમજ સંસ્થાનાં ટ્રસ્ટીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. SSV CAMPUS નાં બાળકોએ વૃક્ષારોપણ કરી ગાંધીનગર સેકટર-૩ માં ભવ્ય રેલીનું આયોજન થયેલ હતુ. વન મહોત્સવ નિમિત્તે શાળામાં જુદા-જુદા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધા, વૃક્ષોના પોસ્ટર, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x