ગાંધીનગરગુજરાત

કલ્પસર યોજના માત્ર કલ્પના: યોજનાની શક્યતાના અભ્યાસ પાછળ 5683 કરોડ

અમદાવાદ :

ગુજરાતની ખૂબ જ મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાની કામગીરી કયા તબક્કે પહોંચી અને તેની પાછળ અત્યાર સુધીમાં કુલ કેટલો ખર્ચો થયો તે સંદર્ભના વિવિધ પ્રશ્નો વિધાનસભા ગૃહમાં પૂછ્યા હતા. જેમાં કલ્પસર યોજના ક્યારે શરૂ કરાઈ હતી અને છેલ્લા બે વર્ષ દરમિયાન આ યોજના પાછળ કેટલો ખર્ચ કરાયો તેની વિગતો મંગાઈ હતી ઉપરાંત કલ્પસર યોજના ક્યા સુધીમાં પૂર્ણ કરાશે તેવો પ્રશ્ન પણ પૂછાયો હતો.

આ અંગે સરકારે વિધાનસભા ગૃહમાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે તારીખ 31 મે 2019ની સ્થિતિએ સમુદ્રશાસ્ત્ર અને પર્યાવરણીય સંબંધિત વિવિધ અભ્યાસો ઉપરાંત કલ્પસર ડેમ બનાવવા માટેના વિવિધ પાસાઓ તેમજ તેની અસરો સહિતના વિવિધ અભ્યાસ હાથ ધરવામાં આવેલા છે. કલ્પસર યોજનાના શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરવાની કામગીરી સહિત ફુલ 25 અભ્યાસ પૂર્ણ થયેલા છે.

જ્યારે અન્ય આઠ અભ્યાસો પ્રગતિ હેઠળ છે આ યોજના શરૂ કરવા જાન્યુઆરી 2003ના રોજ સરકારે ૮૪ કરોડની વહીવટી મંજૂરી આપી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન આ યોજના પાછળ 5483 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સરકારે અંતમાં એવો જવાબ આપ્યો છે કે કલ્પસર યોજનાનો શક્યતા દર્શી અહેવાલ પૂર્ણ થયા પછી આ અહેવાલ અંતર્ગત સક્ષમ કક્ષાએથી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મેળવવાની થતી યોજના સંબંધિત તમામ મંજૂરીઓ મળ્યા બાદ આ યોજનાનું નિર્માણ કાર્ય શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરવાનું આયોજન છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x