ગાંધીનગર

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સે.12 ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી) ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર, સેક્ટર-૧૨ ખાતે આજ રોજ વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ સત્રના પ્રથમ દિવસે શાળામાં આચાર્યશ્રી ભાવેશકુમાર જાની, શાળાના ગુરુજનો તથા વિદ્યાર્થીઓએ સાથે મળી માતા સરસ્વતીની પૂજા અને સ્તુતિ કરી. આ પાવન પ્રસંગે શિક્ષણ ખાતાના પદાધિકારીઓ જેઓ આ શાળાના વાલીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા તથા તેઓ પણ આજના આ વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવના વાતાવરણથી મંત્રમુગ્ધ બન્યા હતા. વિદ્યાર્થીઓને શાળાની શિક્ષિકા બહેનો દ્વારા કુમકુમ તિલક અને મો મીઠું કરાવી સહર્ષ ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓ પણ આવા મીઠા આવકારથી ભાવ વિભોર થયા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x