ગુજરાત

આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRFની 3 ટીમ તૈનાત!

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજસ્થાનમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ આખરે વલસાડ શહેરમાં વરસાદ શરૂ થયો છે.આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે.આ ભારે વરસાદ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.વરસાડના તિથલ રોડ ચાર રસ્તા વિસ્તારમાં હળવા વરસાદના છંટકાઓ લોકોને રાહત આપી રહ્યા છે. ગરમીનો ટાઢો અનુભવ કરાવી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ શરૂ પડ્યો. ભારે પવનની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x