આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

શું ભારતથી ગભરાયું પાકિસ્તાન ? ભારત સાથે પાકિસ્તાને તોડ્યા દ્વિપક્ષીય સંબંધો.

ઈસ્લામાબાદઃ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને 35A નાબૂદ થયા પછી પાકિસ્તાનને પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો છે. મંગળવારે પાકિસ્તાને સંસદનું સંયુક્ત બેઠક બોલાવ્યા પછી હવે બુધવારે ભારત સાથેના દ્વીપક્ષીયો સંબંધો કાપી નાખવા, ભારતના હાઈ કમિશનરને પાછા મોકલી દેવા, દ્વીપક્ષીય વેપાર સમાપ્ત કરવા સહિતના અનેક નિર્ણયોની જાહેરાત કરી છે. મોદી સરકારના નિર્ણયથી હચમચી ગયેલા પાકિસ્તાને ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને કાળો દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાને જણાવ્યું છે કે, ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો કાપી નાખવાના પગલા સ્વરૂપે તે પાકિસ્તાનમાં રહેલા ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાને પાછા મોકલશે. સાથે જ ભારતમાં નવા નિમાયેલા પાકિસ્તાનના હાઈ કમિશનર હવે ભારત નહીં આવે. પાકિસ્તાનના આ નિર્ણયનો અર્થ એવો થાય છે કે, બંને દેશ પોત-પોતાના રાજદૂતાલયના સ્ટાફને પાછો બોલાવી લેશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બંને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો 1965 અને 1971માં રદ્દ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1999 અને 2002માં દ્વીપક્ષીય સંબંધોને કેટલાક સ્તરે ઓછા કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ સાથે જ ઈમરાન ખાને જમ્મુ-કાશ્મીર અંગે ભારતના નિર્ણયને સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ખેંચી જવાની પણ જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર ભારતની આંતરિક બાબત હોવા છતાં પાકિસ્તાન એવું વર્તન કરી રહ્યું છે જમ્મુ-કાશ્મીર તેમનો ભાગ હોય.

આ સાથે જ પાકિસ્તાને પોતાનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટને ‘કાશ્મીરીઓ અને તેમના સંઘર્ષ’ને સમર્પિત કરતાં ઉજવવાનું નક્કી કર્યું છે. જેની સામે ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને ‘કાળો દિવસ’ ઉજવવાની જાહેરાત કરી છે. ઈમરાન ખાને તમામ રાજદ્વારીઓને સતર્ક રહેવા અને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દાને દુનિયાભરમાં ઉઠાવવા નિર્દેશ આપ્યા છે. સેનાને પણ એલર્ટ રહેવાની સુચના આપી છે.

ધૂંધવાયેલા પાકિસ્તાને લીધેલા 7 નિર્ણય…
1. ભારત સાથેના રાજદ્વારી સંબંધોના દરજ્જાને ઘટાડ્યો.
2. ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોની પુનઃસમીક્ષા કરવાનો નિર્ણય લીધો.
3. જમ્મુ-કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર અને યુએનની સુરક્ષા પરિષદમાં ઉઠાવવાનો નિર્ણય લીધો.
4. પોતાનો 14 ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ કાશ્મીરના લોકોના નામે સમર્પિત કર્યો.
5. ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને ‘કાળા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત.
6. પોતાનાં તમામ કૂટનૈતિક માધ્યમોને ભારતના ક્રૂર અને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દાને દુનિયાભરમાં ઉઠાવવા જણાવ્યું.
7. સેનાને પણ એલર્ટ રહેવા સુચના આપી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x