આંતરરાષ્ટ્રીય

ડેમોક્રેટ્સને મોટો ઝટકો બાઈડેન કોરોના પોઝિટિવ, ચૂંટણી અભિયાન પર થશે અસર

અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી વચ્ચે ડેમોક્રેટ્સ માટે આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેન કોરોના પોઝિટિવ (Joe Biden Covid-19 Positive) થઈ ગયા છે. લાસ વેગાસની મુલાકાત દરમિયાન જો બાઈડેનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો.

વ્હાઇટ હાઉસે આ મામલે કહ્યું કે પ્રમુખ બાઈડેનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જિન પિયરેએ જાહેરાત કરી કે બાઈડેનને કોરોના થઈ ગયો છે. એટલા માટે બાઈડેન જ્યાં સુધી સાજા નહીં થઇ જાય ત્યાં સુધી કોઈ કાર્યક્રમને સંબોધી નહીં શકે.

બાઈડેને કહ્યું કે હું મારી ફરજોનું પાલન કરતો રહીશ

જિન પિયરેએ કહ્યું કે જો બાઈડેન ડેલાવેર પરત ફરશે અને ત્યાં તેમને ક્વૉરન્ટાઈન કરવામાં આવશે. આ દરમિયાન બાઈડેત રાષ્ટ્રપ્રમુખને લગતી તમામ ફરજોનું પાલન કરતા રહેશે. વ્હાઇટ હાઉસ તેમની સ્થિતિ અંગે નિયમિત અપડેટ આપશે. બાઈડેન એકાંતમાં રહીને કાર્યાલયની સંપૂર્ણ ફરજો નિભાવવાનું ચાલુ રાખશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x