USની જેબિલ કંપની ધોલેરામાં રૂ. 1 હજાર કરોડનું રોકાણ કરશે, 5 હજારથી વધુને નોકરી આપશે
ગાંધીનગર :
અમેરિકાની ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપની જેબિલ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં – રૂ.1 હજાર કરોડનું રોકાણ કરી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરીંગ સર્વિસીસ ઇએમએસ યુનિટ શરૂ કરશે. આ માટે કંપનીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપની આગામી 3 વર્ષમાં જ ઉત્પાદન શરૂ ૬ કરી 5 હજાર કરતા વધુ યુવાનોને ૪ રોજગારી આપશે તેવી આશા વ્યક્ત મેં કરાઈ છે.
ધોલેરામાં સેમિકન્ડક્ટર ચીપ ઉપરાંત અન્ય ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કંપનીઓ આવી રહી છે. આ સંજોગોમાં જેબિલ પોતાના ટેક્નિકલ અને એન્જિનિયરિંગ ઉત્પાદન તથા સપ્લાય ચેઈન સોલ્યુશનની ભૂમિકા ભજવશે. 50 વર્ષથી વધુ સમયથી કાર્યરત આ કંપની દુનિયાના 100થી વધુ દેશમાં પોતાના એકમો ધરાવે છે. ગુજરાતમાં માઈક્રોન, ટાટા, સીજી પાવર, ક્રેઈન્સ સહિતની ટેક્નોલોજી કંપનીઓ પોતાના સેમિકન્ડક્ટર અને અન્ય તકનિકી એકમો લઈને આવી રહી છે ત્યારે જેબિલ કંપનીને કારણે આ ઉદ્યોગોને કાર્યરત થવા માટે સીધો જ લોજિસ્ટિક સહયોગ મળી રહેશે. કરારો પર હસ્તાક્ષર વખતે કંપનીના પ્રતિનિધિ ફ્રેડરિક મેક્કોય હાજર હતા.