ગિફ્ટ સિટીમાં ફિનટેક શિક્ષણ, ઇનોવેશન માટે સેન્ટર ઊભું થશે
ગાંધીનગર :
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટીએ ઇન્ટરનેશનલ ફિનટેક ઈન્સ્ટિટ્યુટ (IFI) તથા ફિનટેક ઇન્ક્યુબેટર અને એક્સીલરેટર લોંચ કર્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના સહયોગથી સ્થાપિત આ પ્લેટફોર્મ ફિનટેક શિક્ષણ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપની વૃદ્ધિ માટે ગ્લોબલ સેન્ટર બનશે.ગિફ્ટ IFIનું સંચાલન અમદાવાદ યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિઆગોનું કન્સોર્ટિયમ કરશે.
ગિફ્ટ IFI જાન્યુઆરી ૨૦૨૫માં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જે પ્રોફેશનલ્સને આધુનિક ફાઈનાન્સિયલ સેક્ટર માટે જરૂરી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત મૂજબના કૌશલ્યોથી સજ્જ કરશે.