શુ તમે નાટકો સાથે અનેકવિધ કાર્યક્રમોના શોખીન હો…તો આજે જ જોડાઓ, વરેણ્યમ્ કલ્ચરલ ક્લબ સંસ્થા સાથે
10 વર્ષમાં 600 થી વધારે અનેકવિધ કાર્યક્રમો આપનાર વરેણ્યમ્ કલ્ચરલ ક્લબ સંસ્થા હવે વાર્ષિક સભ્યપદ આવકારે છે. તમે જો પ્રયોગાત્મક અને તદ્દન નવી પ્રસ્તુતિઓ નાં શોખીન હો…તો આજે જ જોડાઓ.
ગાંધીનગરની વિવિધ સાંસ્કૃતિક સંસ્થાનો અનેક કાર્યક્રમો કરે છે… તે મુખ્ય પ્રવાહ સાથે જ કઈક અલગ, અનોખું, પ્રયોગાત્મક લઈને આવી શકાય તે હેતુથી પ્રસ્તુત છે – વરેણ્યમ્ કલ્ચરલ ક્લબ…
રમેશ પારેખ અને કેન્સર જેવા વિષય પર દર્શન જરીવાલા જેવા માતબર બોલીવુડ એક્ટર સાથે ગુજરાતનો પ્રથમ શો અને તે પણ સંપૂર્ણ હાઉસફૂલ કરનાર અને છેલ્લા 10 વર્ષમાં 600 થી વધારે અનેકવિધ કાર્યક્રમો આપનાર આ સંસ્થા હવે વાર્ષિક સભ્યપદ આવકારે છે. તમે જો પ્રયોગાત્મક અને તદ્દન નવી પ્રસ્તુતિઓ નાં શોખીન હો…તો આજે જ જોડાઓ.
તા.15 મી ડિસેમ્બરે રજૂ થશે એવું નાટક કે જે આખું માત્ર એક બેન્ચ પર છે… માત્ર એક્ટિંગ, સંવાદો અને ઘટનાઓની હારમાળ સાથે એક મિનિટ પણ હસ્યા વગર બેસવા નહિ દે તેવું….અમિતાભ, રિશિકપુરની ફિલ્મ 102 નોટ આઉટ, નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો, ધરખમ નાટકો આજ જાને કી જીદ ના કરો, વેલકમ જિંદગી, વિશ્વવિખ્યાત ગીત ‘ગોતી લો’ નાં સર્જક સૌમ્ય જોશી અને દમદાર ફિલ્મ કલાકારો જીજ્ઞા વ્યાસ, પ્રેમ ગઢવી અને તાના રિરી સમાન ગાયિકા મોસમ, મલકા મહેતા સાથે… અનન્ય પ્રસ્તુતિ એટલે
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ પાડાની પોળ…
સભ્યો માટે ખાસ શો….બપોરે 3 થી 6, તા. 15 ડિસેમ્બર, સાંજે અલ્પાહાર સાથે…
આજે જ સભ્યપદ મેળવી લેશો.
https://forms.gle/fG49XHWQgeRdEYbe6