ભાવનગર-સોમનાથ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના મોત જ્યારે 10 ઘાયલ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 5 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જ્યારે 10 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો કેટલાક લોકોને તળાજા અને કેટલાક લોકોને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં આજુ બાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.