ahemdabadગુજરાત

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યકિત ઘવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો. પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x