ગાંધીનગરગુજરાત

શહેરમાં ગેરકાયદે ચાલતુ ઓસિયા મોલ ફરી ચાલુ થતાં આશ્ર્ચર્ય…!

ગાંધીનગર :

પાટનગરમાં કોઈપણ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પાર્કિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરાયું હશે કે આવા પાર્કિંગનો અન્ય હેતુમાં વપરાશ કરવામાં આવતો હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પાલિકાએ નિયમો ઘડેલા છે. જેના આધારે લાંબા સમયથી પાટનગરમાં આવા ગેરકાયદે બાંધકામો કે ગેરકાયદે પાર્કિંગમાં દૃબાણ કરીને તેનો અન્ય હેતુમાં ઉપયોગ કરાતો હોવાના કિસ્સાઓમાં મનપા દ્વારા અવારનવાર સિલ પણ મરાયા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર-૨૧માં આવેલ આર-વર્લ્ડ બિલ્ડીંગના બેઝમેન્ટમાં ચાલી રહેલા ઓસિયા મોલને અવાર-નવાર સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ આ મોલના માલિકો દ્વારા કોર્પોરેશનના પદૃાધિકારીઓ સાથે મીલીભગત થઈને આવું મારવામાં આવેલું સીલ ખોલાવી દેવામાં આવે છે. મનપા દ્વારા જ અવારનવાર આ મોલને સીલ મારીને આ મોલ ગેરકાયદે હોવાનું જણાવાય રહૃયુ હતું. તો આવા ગેરકાયદે મોલને સીલ માર્યા બાદૃ થોડા સમય બાદ ખોલી દેવાતા અનેક તર્ક-વિતર્ક ઉઠ્યા છે.

ઓસિયા હાઈપર સીટી માર્ટ જે બેઝમેન્ટમાં ચલાવવામાં આવી રહ્યુ છે. તો આ જગ્યા માટે જે તે સમયે ખાસ કિસ્સામાં માત્ર સ્ટોરની જ પરવાનગી લેવાઈ હોવાની વિગતો હતી. આથી આ જગ્યામાં  મોલ ચલાવી શકાય નહી. તેવું કોર્પોરેશન દ્વારા કહેવાતું હતું. આ બિલ્ડીંગમાં મોલ અને મલ્ટીપ્લેક્સ થિયેટર આ બંન્ને આવેલ હોય. બન્ને માટે પાર્કિંગની સુવિધા જોઈએ એટલે દેખાતી નથી. આ પાર્કિંગની સુવિધા ન હોવાથી અહીં આવતા નગરજનોને પોતાનું વાહન પાર્કિંગ કરવા હાડમારીનો સામનો કરવો પડે છે. અને બહાર રસ્તામાં જ પાર્ક કરવા મજબુર બને છે.

આ બિલ્ડીંગમાં પાર્કિંગ સુવિધામાં બેઝમેન્ટ-૨નો જે પાર્કિંગ એરિયા છે. તો ખૂબજ ઓછો છે તેમજ આ પાર્કિંગમાં ગોડાઉનની જેમ વધારાનો માલસામાન પણ મોલ દ્વારા રાખવામાં આવી રહૃયો હોવાનું દેખાઈ આવે છે. જો પુરેપુરી એફએસઆઈ વાપરવી હોય તો આ બિલ્ડીંગમાં આવેલા બન્ને બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવી પડે પરંતુ જે તો સમયે બેઝમેન્ટ-૧માં ખાસ કિસ્સામાં સ્ટોર માટેની મંજુરી લેવામાં આવી અને હવે આ જગ્યામાં છેલ્લા કેટલાક સમયથી ઓસિયા મોલ ચલાવવામાં આવી રહૃયો છે. આવાં ગેરકાયદે ચાલતા મોલને બિલ્ડીંગના નકશા અને ફાયરના નિયમો મુજબ ફાયર વિભાગ દ્વારા ફાયર એન.ઓ.સી. પણ આપી શકાય નહી. આથી એન.ઓ.સી. વગર શોભાના ગાંઠીયા સમાન ફાયરના સાધનો લગાવી દેવાયા હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ઓસીયા મોલ અવાર નવાર સીલ માર્યા પછી જો સીલ ખોલાવી દેવાતુ હોય કે ગેરકાયદે તોડી નાખ્યું હોય તો મનપા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ? આવા અનેક તર્ક-વિતર્ક નગરજનોના મનમાં ઉભા થઈ રહૃયા છે. આમ નગરજનોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ઓશિયા મોલને જો મંજુરી આપવામાં આવી હોય તો અગાઉથી અન્ય સ્થળોએ સીલ માર્યા છે તે જગ્યાએ મંજુરી ઓ કેમ ન આપી ?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x