ગાંધીનગરગુજરાત

પાટનગરમાં પાણીનો કકળાટ : મેયરના જ સેક્ટર-૨૨માં જ પાણી ફોર્સથી આવતું નથી

ગાંધીનગર :

શહેરમાં પાણીનો કકળાટ દિન પ્રતિ દિન વધી રહૃયો છે જુના સેક્ટર તેમજ નવા સેક્ટરોમાં પાણી ફોર્સ થી આવતું ન હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. શહેરમાં પાણીની લાઈનો વર્ષો જુની છે. તેમજ નગરમાં પાણી વિતરણ વ્યવસ્થા પણ ખૂબ જ જુની મશીનરી હોવાના કારણે જાળવી શકાતી નથી. ચરેડી ખાતે આવી પામી વિતરણની મશીનરી વારંવાર બગડી જવાના લીધે જુના સેક્ટરમાં પામીનો પ્રશ્ર્ન ઉભો થાય છે. એકાદૃ સપ્તાહ પહેલા જ જુના સેક્ટરમાં સતત બે દિવસ સુધી પાણી વિતરણ કરવામાં ન આવતા લોકોને પાણી વગર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો હાલ પાણી વિતરણ તો થાય છે. પરંતુ ફોર્સ ખૂબ જ ઓછો આવતો હોવાથી લોકોને પીવાનું પાણી મેળવવાના પણ ફાંફા પડે છે.

જો જુના સેક્ટરોમાં પાણીનો પ્રશ્ર્ન હલ કરવાની મહાનગરપાલિકાની દાનત હોય તો સત્વરે પામી વિતરણ વ્યવસ્થા વધતી વસ્તીને ધ્યાને રાખીને અપગ્રેડ કરવી જોઈએ. શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અપગ્રેડ કરવા અંદૃાજિત એક દાયકા પુર્વે કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે પણ શહેરની પાણી વિતરણ વ્યવસ્થાને પુર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવી નથી. જ્યારે દાયકાઓ પુર્વેની પાણી વિતરણ વ્યવસ્થા હવે બિન-અસરકારક નિવડી હોવાનો સુર ઉઠવા પામ્યો છે. સરકાર દ્વારા શહેરના વિકાસ માટે અબજોની ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ નગરના સત્તાધિશો દ્વારા ફક્ત સરકારના ગુણગાન ગાવામાં આવી રહૃયા છે. જ્યારે ગાંધીનગરની પ્રજા પાણી માટે તલસી રહી છે. તેને સાંભળવામાં કોઈને  રસ નથી. શહેરમાં પાણી પુરતા ફોર્સથી મળતું  થાય એવી લોક માંગ ઉઠવા પામી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x