ગાંધીનગરમાં વિદ્યાસહાયક ઉમેદવારો માંગને લઈ કરી રહ્યા છે આંદોલન
ગાંધીનગર ફરી એકવાર વિદ્યાસહાયક ઉમેદવારો જગ્યા વધારવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોએ આ માટે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ સરકાર દ્વારા વાતને ધ્યાને લેવામાં આવી નથી, જેને લઈ ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. સવારે 10.30 વાગે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યાસહાયકના ઉમેદવારો ધોરણ 01 થી 05 વિદ્યાસહાયકની ભરતી માટે જગ્યાનો વધારો કરવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. હવે ઉમેદવારોની માંગ સરકાર ધ્યાનમાં લેશે કે કોઈ નવો વાયદો કરી દેશે એ જોવાનું રહ્યું..