ગાંધીનગર

પાશ્વગાયક સ્વ. મોહમ્મદ રફી સાહેબની ૧૦૦-મી જન્મ જયંતી: સંગીત સંધ્યા તેમજ કરાઓકે સંગીત સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડનની ટ્રોફી વિતરણનો કાર્યક્રમનું આયોજન

શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “મેરી આવાઝ સુનો” ‌(કરાઓકે-ક્લબ) દ્વારા મહાન પાશ્વગાયક સ્વશ્રી. મોહમ્મદ રફી સાહેબની ૧૦૦-મી જન્મ જયંતી નિમિત્તે સ્વરાંજલી આપવા માટે  HAPPY BIRTHDAY RAFI SAAHAB” કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૪ના ફાઈનલ ઓડીસન રાઉન્ડ તા.૨૫-૧૨-૨૦૨૪ (બુધવાર)ના રોજ બપોરે ૨-૦૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, કુડાસણ, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.
આ સ્પર્ધામાં ગાંધીનગર અમદાવાદ તેમજ આજુ-બાજુનાં શહેરના કુલ  ૬૧-સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજ(નિર્ણાયક) તરીકે શ્રી ચિરાગ દેસાઈ (વોઈસ ઓફ મો.રફી સાહેબ,અમદાવાદ) તેમજ રફી-ભક્ત તરીકે જાણીતા શ્રી ઉમેશ માખીજા મુખ્ય-મહેમાન તરીકે‌ હાજરી આપી કાર્યક્રમને ખુબજ સફળ બનાવ્યો હતો. તેમજ ગાંધીનગરનાં વોઈસ ઓફ મો.રફી તરીકે જાણીતા શ્રી શ્રવણકુમાર પરમાર એ આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધાનું તમામ સંચાલન (એન્કરીંગ) શ્રી બિજય પ્રતાપ તિવારી દ્વારા કરવામાં આવ્યું  હતું.
આ ઉપરાંત શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો દ્વારા “Happy Birthday RAFI-SAAHAB” ટાઈટલ હેઠળ “સંગીત-સંધ્યા”(હિન્દી ગીતોનો કાર્યક્રમ+ટ્રોફી વિતરણ કાર્યક્રમ+બર્થડે-કેક કટીંગ) કાર્યક્રમનું આયોજન તા.૨૮-૧૨-૨૦૨૪ (શનિવાર)નાં રોજ રાત્રે ૮-૩૦ કલાકે આંબેડકર હોલ, સેક્ટ૨–૧૨, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. જેમાં મો.રફી સાહેબના જન્મ દિવસની ઉજવણી કરીને આ સ્પર્ધાનું પરિણામની જાહેરાત કરવામાં આવશે. જેમાં પ્રથમ ૧૫-વિજેતા સ્પર્ધકોને મો. રફી સાહેબના કટ-આઉટ વાળી આકર્ષક ટ્રોફી આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x