રાષ્ટ્રીયવેપાર

નવા વર્ષના પ્રથમ દિવસે લોકો માટે રાહતના સમાચાર

દેશભરના નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી, 2025નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઓઈલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓએ પહેલી જાન્યુઆરી-2025થી LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીની જાહેરાત મુજબ દિલ્હીથી મુંબઈ સુધી LPG સિલિન્ડરોના ભાવમાં 14થી 16 રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે કંપનીઓએ માત્ર 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જ ઘટાડો કર્યો છે, જ્યારે જ્યારે નવા વર્ષમાં 14 કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે, એટલે કે તેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલી જાન્યુઆરી-2025 એટલે કે વર્ષના પ્રથમ દિવસે 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x