ADC બેંકનાં સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ પ્રસંગે રોટરી કલબ દ્વારા દહેગામમાં સેવા કાર્યક્રમનું આયોજન
આજરોજ રોટરી કલબ ના હોલ ખાતે દહેગામ સેવા સહકારી મંડળી તથા રોટરી કલબ ઓફ દહેગામ દ્વારા અને ADC બેંકનાં સહયોગથી બેંકનાં સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ પ્રસંગે અલગ અલગ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવૃત્ત IPS વીવી રબારી તેમજ દહેગામ તાલુકા એડીસી બેંકના ડિરેક્ટર રાજેન્દ્રભાઈ આર શાહ, APMCના ચેરમેન સુમેરુભાઈ અમીન, દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી તેમજ દહેગામ સેવા સહકારી મંડળીના ચેરમેન વિજયકુમાર અમીન, રોટરી ક્લબના પ્રમુખ યોગેન્દ્ર શર્મા, એડીસી બેંક દહેગામ તાલુકાના સિનિયર મેનેજર રાકેશ પટેલ, બેંક સ્ટાફ તથા સહકારી આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા ગામના સભાસદોના હિત માટે રેડ ક્રોસ દ્વારા સીબીસી રીપોર્ટ, કાનની તપાસ તથા આંખોના નિદાન જેવી પ્રવૃત્તિ કરવામાં આવી સાથે સાથે એડીસી બેંક દ્વારા મંડળીને મેડિકલ સાધનો જેવા કે લોખંડનો પલંગ, એર બેડ, વ્હીલ ચેર, ઘોડી તથા સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલા ભજન મંડળને ભજનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.