રાષ્ટ્રીયવેપાર

ડિસેમ્બરનું માસિક જીએસટી કલેકશન 7 ટકા વધીને રૂ. 1.77 લાખ કરોડ

દેશમાં જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જારી રહી છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના આંકડા મુજબ ડિસેમ્બરમાં જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે ૭.૩ ટકા વધીને વધીને રુ.૧.૭૭ લાખ કરોડ થયું છે. જો કે આ કલેકશન માસિક ધોરણે ત્રણ ટકા ઓછું છે. નવે. ૨૦૨૪માં જીએસટી કલેકશન ૧.૮૨ લાખ કરોડ રુપિયા હતું.  જે ગયા વર્ષે આ જ મહિનામાં રૂ. 1.65 લાખ કરોડ હતું. ગયા વર્ષના અંત સુધીમાં સરકારી તિજોરી ભરાઈ ગઈ હતી. નાણા મંત્રાલયે બુધવારે આંકડા જાહેર કર્યા અને કહ્યું કે, ડિસેમ્બર 2024માં દેશનું GST કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં 7.3 ટકા વધીને રૂ. 1.77 લાખ કરોડ થયું છે. ડિસેમ્બર 2023માં GST કલેક્શન 1.65 લાખ કરોડ રૂપિયા હતું. નવેમ્બર 2024માં દેશનું કુલ GST કલેક્શન 1.84 લાખ કરોડ રૂપિયા હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x