અમદાવાદનાં બાપુનગરમાં બુટલેગરનાં ઘરે બુલડોઝર ફર્યું
અમદાવાદમાં રખિયાલ-બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા નજીક જાહેરમાં કેટલાક અસમાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવા મામલે પોલીસ સાથે AMCએ પણ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બુટલેગર મહોમદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ગેરકાયદેસર થયેલા બાંધકામ પર AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુટલેગરનાં ઘરે બુલડોઝર ફર્યું છે. નોંધનીય છે કે, અમદાવાદનાં રખિયાલ-બાપુનગરમાં વિસ્તારમાં થોડા દિવસ પહેલા જાહેર માર્ગ પર તલવાર સહિતનાં હથિયારો લઈ આતંક મચાવનાર અને પોલીસ સામે દાદાગીરી કરી રોફ જમાવનારા અસામાજિક તત્વોનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી હતી.