ન્યૂયોર્કના નાઈટક્લબમાં અંધાધુંધ ગોળીબાર
અમેરિકામાં નવા વર્ષની ઉજવણી સમયે અલગ અલગ ત્રણ શહેરોમાં હુમલાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. ન્યુ ઓર્લિન્સ અને લાસ વેગસ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં મોટા હુમલાના સમાચાર મળ્યા છે. ન્યુયોર્કના એક ક્લબમાં અંધાધુંધ ગોળીબાર થતાં અત્યાર સુધીમાં 11 લોકોને ગોળી વાગવાના અહેવાલ છે. જાનહાની વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ન્યુ યોર્કની આ ઘટના 24 કલાકમાં દેશમાં બનેલી ત્રીજી ઘટના છે.