સુરતમાં ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયાની વરાછા પોલીસે કરી ધરપકડ
સુરત :
સુરતની વરાછા પોલીસે ભાજપ કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસિયાની ધરપકડ કરી છે. કોર્પોરેટર ભરત વઘાસિયાએ આરોગ્ય ખાતાના સેનેટરી ઈન્સ્પેક્ટરને લાફો માર્યો હતો. આ કેસમાં ગત મોડી રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોગ્ય અધિકારીની ટીમે વરાછાના મઢુલી ચા સેન્ટર પર રેડ પાડી, આ સમયે પ્રતિબંધિત ચા અને પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો હતો. જેથી મઢુલી ચાના માલિકે સ્થાનિક કોર્પોરેટર ભરત વઘાસિયાને બોલાવ્યો હતો. કોર્પોરેટરે સેનેટરી ઈન્સપેક્ટરને લાફો માર્યો હતો, જે બાદ રોષે ભરાયેલા અધિકારીઓએ એકત્ર થઈને પાલિકા કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી. આ કેસમાં કોર્પોરેટર અને મઢુલી ચાના માલિક બંનેની ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરી છે.