રાષ્ટ્રીય

ભૂતપૂર્વ નાણાં અને ગૃહ પ્રધાન ચિદમ્બરમની સીબીઆઈએ કરી ધરપકડ

નવી દિલ્હી :

આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં આરોપી જાહેર કરાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને ગૃહ પ્રધાન તથા કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમની સીબીઆઈ અધિકારીઓએ આજે રાતે 9.45 વાગ્યે ધરપકડ કરી હતી. સીબીઆઈ અધિકારીઓ બાદમાં એમની કારમાં ચિદમ્બરમને બેસાડીને સીબીઆઈ મુખ્યાલયમાં લઈ ગયા હતા.
એ પહેલાં લગભગ 8 વાગ્યે અચાનક અહીં કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય ખાતે હાજર થયા હતા. ત્યાં એમણે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે પોતે નિર્દોષ છે. ત્યાંથી ચિદમ્બરમ જોરબાગ વિસ્તાર સ્થિત એમના ઘેર પહોંચ્યા હતા. સીબીઆઈ, ED, તપાસ એજન્સીઓનાં 30 જેટલા અધિકારીઓ પણ 9 વાગ્યે ઘેર પહોંચ્યા હતા. ત્યાં દરવાજો ન ખોલાતાં અધિકારીઓ દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા ત્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર હતા અને સીબીઆઈ અધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ થઈ હતી.
ચિદમ્બરમના નિવાસ સ્થાને હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
અગાઉ, કોંગ્રેસ મુખ્યાલયમાં ચિદમ્બરમે પત્રકારોને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે આ કેસમાં એમને તથા એમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, જે હવે સંસદ સભ્ય છે, એમને ફસાવવામાં આવ્યા છે. મેં કે મારા પુત્રએ કોઈ ગુનો નથી કર્યો.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી પણ ઉપસ્થિત હતા.
આઈએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમનો કેસ સિબ્બલ લડી રહ્યા છે.
ચિદમ્બરમને પકડવા માટે કેન્દ્ર સરકારની બે તપાસ એજન્સીઓ – સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા લુકઆઉટ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી ચૂકી છે.
ચિદમ્બરમે એવો દાવો કર્યો હતો કે કોઈ પણ કેસની એફઆઈઆર મારું નામ નથી.
પોતે આટલા બધા કલાકોથી ગાયબ રહ્યા એ વિશે ચિદમ્બરમે કહ્યું કે હું ગઈ રાતથી મારા દસ્તાવેજ તૈયાર કરી રહ્યો હતો. હું કે મારો પરિવાર કોઈ કેસમાં આરોપી નથી.
ચિદમ્બરમે કહ્યું કે હું કાયદાથી ભાગી નથી રહ્યો પણ કાયદાની શરણમાં ગયો છું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *