અમદાવાદમાં રેપિડોની ટુ-વ્હીલર સર્વિસ પર એક મહિનાનો પ્રતિબંધ મુકાયો
અમદાવાદ RTO દ્વારા સફેદ નંબર પ્લેટ પર ચાલતી રેપિડોની ટુ-વ્હીલર સર્વિસ પર એક મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એગ્રીગેટર લાયસન્સ પર નોન-ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોનો ઉપયોગ થતો હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ટુ-વ્હીલર સર્વિસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ થતો હોવાની રિક્ષા યુનિયને RTOને રજૂઆત કરી હતી.